રાણી એલિઝાબેથ-2ને મળ્યા વર્લ્ડ કપ ટીમોનાં કેપ્ટન…

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધાની પૂર્વસંધ્યા, 29 મે, બુધવારે લંડનમાં ઉદઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ રંગારંગ, સંગીતમય હતો અને તમામ 10 સ્પર્ધક ટીમોના કેપ્ટનોએ બકિંગહામ પેલેસ ખાતે બ્રિટનનાં રાણી એલિઝાબેથ-2 અને ડ્યૂક ઓફ સસેક્સ સાથે સમૂહ તસવીર પડાવી હતી. વર્લ્ડ કપ 30 મેથી 14 જુલાઈ સુધી રમાશે. એમાં યજમાન ઈંગ્લેન્ડ અને ભારત ઉપરાંત ગયા વર્ષનું વિજેતા ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન ભાગ લેશે.


બ્રિટનના પ્રિન્સ હેરી સાથે વાતચીત કરતો વિરાટ કોહલી


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]