શપથવિધિ દિવસનો આરંભઃ બાપુ, અટલજીને શ્રદ્ધાંજલિ…

ભારતીય જનતા પાર્ટી-NDA સરકારની સતત બીજી મુદત માટે વડા પ્રધાન તરીકે નિયુક્ત કરાયેલા નરેન્દ્ર મોદીએ 30 મે, ગુરુવારે સવારે મહાત્મા ગાંધી (રાજઘાટ), અટલબિહારી વાજપેયી (સદૈવ અટલ) સમાધિસ્થળોએ તેમજ નેશનલ વોર મેમોરિયલ ખાતે જઈને પુષ્પાંજલિ અર્પણ કરીને પોતાના શપથવિધિ દિવસનો આરંભ કર્યો હતો.