સુનીલ-શાહરૂખના દીકરા ક્રિકેટ રમ્યા…

બોલીવૂડ અભિનેતાઓ સુનીલ શેટ્ટી અને શાહરૂખ ખાનના દીકરાઓ એકબીજાના મિત્રો છે. સુનીલનો દીકરો અહાન શેટ્ટી અને શાહરૂખનો આર્યન મુંબઈમાં અન્ય મિત્રોની સાથે પીળા રંગના ટેનિસ બોલ વડે એક ક્રિકેટ મેચ રમતા જોવા મળ્યા હતા. આર્યન બોલિંગ કરતો હતો અને અહાન કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળતો હોવાનું જોવા મળ્યું હતું. એ સ્થળે હાજર ફોટોગ્રાફરોએ એમના કેમેરામાં બંને સ્ટાર કિડ્સને ક્રિકેટમાં પરસેવો પાડતા ઝડપી લીધા હતા.

અહાન શેટ્ટી ટૂંક સમયમાં જ ‘તડપ’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરવાનો છે. આ પહેલી ફિલ્મમાં એની હિરોઈન હશે તારા સુતરિયા.

શાહરૂખ-ગૌરીનો મોટો દીકરો આર્યન પણ ફિલ્મ ક્ષેત્રે એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. તે હાલ કેલિફોર્નિયામાં એક કોલેજમાં ફિલ્મનિર્માણનો કોર્સ ભણી રહ્યો છે.

શાહરૂખે આગામી ફિલ્મ ‘પઠાણ’ માટે મુંબઈમાં શૂટિંગ શરૂ કર્યું છે. એમાં તેની સાથે દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ પણ હશે. સુનીલ શેટ્ટીની નવી ફિલ્મ આવી રહી છે ‘મુંબઈ સાગા’. એમાં તેની સાથે ઈમરાન હાશમી, જોન અબ્રાહમ, કાજલ અગ્રવાલ, પ્રતીક બબ્બર, રોહિત રોય પણ હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]