સિંધુની તસવીરવાળું વિશેષ ટપાલ કવર રિલીઝ કરાયું…

રિયો ઓલિમ્પિક્સ-2016માં રજત અને ટોક્યો ઓલિમ્પિક્સ-2021માં કાંસ્ય ચંદ્રક જીતનાર બેડમિન્ટન ચેમ્પિયન પી.વી. સિંધુની સિદ્ધિનાં માનમાં અને રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે તેલંગણા રાજ્યના ટપાલ વિભાગે સિંધુની તસવીરવાળું વિશેષ ટપાલ કવર રિલીઝ કર્યું છે. તેલંગણાના વડા પોસ્ટ માસ્ટર જનરલ રાજેન્દ્રકુમાર હૈદરાબાદમાં સિંધુનાં ઘેર ગયા હતા અને ત્યાં પોસ્ટલ કવર વિમોચન કર્યું હતું.