બેંગલોરનો મેચના છેલ્લા બોલે ચેન્નાઈ પર 1-રનથી વિજય

આઈપીએલ-2019માં, 21 એપ્રિલ, રવિવારે બેંગલુરુમાં રમાઈ ગયેલી મેચમાં વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટીમે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્ત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ પર 1-રનથી વિજય મેળવ્યો હતો. સ્કોરઃ બેંગલોર 161-7 (20), ચેન્નાઈ 160-8 (20). ધોની 84 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બેંગલોરના વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલ (53)ને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.