ભારતની મહિલા હોકી ટીમ એશિયન ચેમ્પિયન…

ભારતની મહિલા હોકી ટીમે જાપાનમાં કાકામીગાહારા શહેરમાં ૫ નવેમ્બર, રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ચીનને પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી હરાવીને એશિયા કપ હોકી વિજેતાપદ બીજી વાર જીત્યું છે. ભારત ૨૦૦૪માં જાપાનને હરાવીને એશિયન ચેમ્પિયન બન્યું હતું. આજની ફાઈનલમાં રેગ્યૂલર ટાઈમે સ્કોર ૧-૧થી સમાન રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં પણ સ્કોર ૪-૪થી સમાન રહ્યો હતો. અંતે ‘સડન ડેથ’માં રાની રામપાલના ગોલની મદદથી ભારત વિજયી થયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]