ભારત-SA પહેલી T20 મેચ વરસાદે ધોઈ નાખી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ 15 સપ્ટેંબર, રવિવારે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં ભારે વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ. વરસાદને કારણે HPCA સ્ટેડિયમનું મેદાન રમવાને લાયક ન હોવાથી અમ્પાયરોએ મેચને પડતી મૂકી દીધાની રાતે 8 વાગ્યે જાહેરાત કરી હતી. ત્રણ-મેચોની સિરીઝની બીજી મેચ 18 સપ્ટેંબરે મોહાલીમાં અને ત્રીજી તથા આખરી મેચ 22 સપ્ટેંબરે બેંગલુરુમાં રમાશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]