ડાંગ: ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા છે. ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ લીલોતરી અને કુદરતી સૌદર્યની મજા માણવા માટે સાપુતારા પહોંચે છે.
ડાંગ જિલ્લો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. ડાંગમાં ખાસ જોવાલાયક સ્થળોમાં ગીરા ધોધ, ડોન હિલ, સાપુતારા છે.
કુદરતી સૌંદર્યને શાંતિથી અને નજીકથી માણવા આ સ્થળની મુલાકાત તો ચોક્કસથી લેવી જોઈએ.
સાપુતારા ખાતે અગામી 29મી જુલાઈથી એક મહિના માટે મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે.
રાજ્યના આ હિલ સ્ટેશન પર લોકો દૂર દૂરથી કુદરતી દ્રશ્યનો નજારો જોવા પહોંચે છે. આહીં અનેક પિકનિક સ્પોટ છે. પ્રાકૃતિક સૌદર્ય ધરાવતી ટેકરીઓ ઉપરાંત તળાવ પણ આવેલું છે
સાપુતારાની વર્ષ 2022માં 8.16 લાખ તેમજ 2023માં 11.13 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
