નૂતન વર્ષ 2022ને આવકારતું આર્ટ ઈન્સ્ટોલેશન મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

મુંબઈના મલાડ (વેસ્ટ) ઉપનગરના ઈનોર્બિટ મોલમાં નવા – 2022ના વર્ષના આગમન પૂર્વે મૂકવામાં આવેલું રોશનીથી ઝળહળતું એક કલાત્મક ઈન્સ્ટોલેશન ગ્રાહકો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 30 ડિસેમ્બર, ગુરુવારે મુલાકાતીઓએ શોપિંગની સાથોસાથ આ આર્ટ ઈન્સ્ટોલેશન પાસે ઊભીને ફોટા પડાવવાનો અને સેલ્ફી લેવાનો પણ આનંદ માણ્યો હતો. (તસવીરોઃ દીપક ધુરી)