વિરેન્દર સેહવાગના બહેન અંજુ આમ આદમી પાર્ટીમાં જોડાયાં

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દર સેહવાગના મોટા બહેન અંજુ સેહવાગ-મેહરવાલ આજે અહીં આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયાં છે.

દિલ્હી વિધાનસભામાં શાસક પાર્ટીએ આજે અહીં પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. એ વખતે અંજુ સેહવાગ પણ હાજર હતાં. એમણે પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ રાજકારણમાં નીતનવા શિખર સર કર્યા છે. એમના પરિવારમાં મને સામેલ કરી એ બદલ હું સર્વેનો આભાર માનું છું. આ પક્ષમાં મને જે કોઈ જવાબદારી સોંપવામાં આવશે તેને નિભાવવાનો હું તમામ પ્રયાસ કરીશ.