BSE-SME પ્લેટફોર્મ પર બ્રાન્ડબકેટ મીડિયા એન્ડ ટેક્નોલોજી લિસ્ટેડ

મુંબઈ, 31મી ડિસેમ્બર 2021: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર  358મી કંપની બ્રાન્ડબકેટ મીડિયા એન્ડ ટેક્નોલોજી લિમિટેડ લિસ્ટ થઈ છે. બ્રાન્ડબકેટ મીડિયા એન્ડ ટેક્નોલોજી લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના 15,00,000 ઇક્વિટી શેર્સની પબ્લિક ઓફર શેરદીઠ રૂ.55ની કિંમતે કરી હતી. આ પબ્લિક ઈશ્યુ દ્વારા કંપનીએ કુલ  રૂ. 8.25 કરોડ એકત્ર કર્યા હતા. કંપની પબ્લિક ઈશ્યુ 23 ડિસેમ્બર, 2021ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

બ્રાન્ડબકેટ મીડિયા એન્ડ ટેકનોલોજી લિમિટેડ એ મહારાષ્ટ્ર સ્થિત કંપની છે જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈ ખાતે છે. કંપની વિજ્ઞાપન અને તેને સંબંધિત મીડિયા સેવાઓ પ્રદાન કરવાના વ્યવસાયમાં રોકાયેલી છે. કંપનીના એડવર્ટાઈઝીંગ મીડિયા સોલ્યુશન્સમાં વેબસાઈટ્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સર્ચ એન્જીન્સ દ્વારા ઑફલાઈન જેવા આઉટડોર તેમજ ડિજિટલ મીડિયા બંનેનો સમાવેશ થાય છે. પ્રાથમિક વિજ્ઞાપન સર્વિસીસમાં  ડિજિટલ માર્કેટિંગ, ગ્રાઉન્ડ ઇવેન્ટ્સ/એક્ટિવેશન્સ, ઇવેન્ટ્સ મેનેજમેન્ટ, માર્કેટિંગ ટેક્નોલોજી સેવાઓ, આઉટડોર મીડિયા અને પ્રિન્ટ મીડિયાનો સમાવેશ થાય છે.

મુંબઈ સ્થિત ઈન્વેન્ચર મર્ચન્ટ બેન્કર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ, બ્રાન્ડબકેટ મીડિયા એન્ડ ટેક્નોલોજી લિમિટેડની લીડ મેનેજર હતી.

અત્યાર સુધીમાં 127 કંપનીઓ મુખ્ય બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 357 કંપનીઓએ રૂ. 30 ડિસેમ્બર, 2021 સુધીમાં બજારમાંથી રૂ.3,785.32 કરોડ એકત્ર કર્યા છે અને 357 કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઈઝેશનરૂ. 46,851.21 કરોડ છે. 61 ટકાના બજાર હિસ્સા સાથે બીએસઈ આ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે.