વર્ષ 2023માં દુનિયાનાં ટોચના 20 સમૃદ્ધ દેશોનાં સમૂહ G20ના શિખર સંમેલનો યોજવા માટે ભારતને 1 ડિસેમ્બરથી યજમાન પ્રાપ્ત થયું છે. તેની ખુશાલી રૂપે દેશભરનાં 100 જેટલા પ્રસિદ્ધ સ્મારકો અને વિરાસત સ્થળોને ‘વાસુદેવ કુટુમ્બકમ: એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ થીમ સાથે G20 લોગોવાળી લાઈટિંગ-ડિઝાઈન (મલ્ટીએક્સપોઝર વ્યૂ) વડે સુશોભિત કરવામાં આવ્યા હતા. ભારતમાં પહેલું G20 શિખર સંમેલન આવતી 23 ડિસેમ્બરે યોજાવાનું છે. આખા વર્ષ દરમિયાન ભારતમાં જુદા જુદા સ્થળોએ G20 દેશોની 200 જેટલી બેઠકો યોજાશે. ઉપરની તસવીર નવી દિલ્હીના લાલ કિલ્લાની છે.