રફાલે ભરી ઉડાન, દુશ્મનો થયા પરેશાન…

ભારતીય હવાઈ દળે ફ્રાન્સ પાસેથી ખરીદેલા ફાઈટર વિમાન – રફાલનો પાંચ વિમાનનો પ્રથમ જથ્થો 27 જુલાઈ, સોમવારે ફ્રાન્સના મેરિગ્નેક સ્થિત દાસોલ્ટ એવિએશન કંપનીના પ્લાન્ટમાંથી રવાના થયા હતા. આ વિમાનો હવામાન અનુકૂળ મળશે તો 29 જુલાઈએ હરિયાણાના અંબાલા શહેરના એરબેઝ ખાતે આવી પહોંચશે. ફ્રાન્સ ભારતને દસ રફાલ વિમાનો આપશે. પાંચ વિમાન હજી પ્રશિક્ષણ માટે ફ્રાન્સમાં છે.

ભારતે 59,000 કરોડ રૂપિયામાં 36 રફાલ વિમાન ખરીદવા માટે 2016માં ફ્રાન્સ સરકાર સાથે સોદો કર્યો હતો. પહેલું વિમાન 2019ના ઓક્ટોબરમાં ભારતને સોંપવામાં આવ્યું હતું. બાકીના તમામ વિમાન 2021ના અંત સુધીમાં સુપરત કરી દેવામાં આવશે.

આ પાંચ વિમાનમાં 3 એક-સીટવાળા અને બે ટ્વિન-સીટર છે. રફાલ વિમાનોને હવાઈ દળની 17મી બટાલિયનમાં સામેલ કરવામાં આવશે.

 

રફાલ વિમાનના પ્રથમ સમૂહના પાઈલટ-ક્રૂ સભ્યો ટેકઓફ્ફ માટે સજ્જ થઈ ગયા હતા તે વેળાની તસવીર.

રફાલ વિમાન