સૂરતમાં શાયરીઃ એક શામ સાગર ત્રિપાઠી કે નામ..

સૂરત- ડીસેમ્બર મહિનાની ઠંડીમાં સાહિત્યરસિયાઓની સંતર્પક પ્રવૃત્તિઓની ગરમાહટે સૂરતવાસીઓને અઠવાગેટ વનિતાવિશ્રામ ગર્લ્સ કોલેજમાં યોજાયેલા શાયરાના મિજાજનો પરિચય કરાવ્યો હતો. એક શામ સાગર ત્રિપાઠી કે નામ કાર્યક્રમમાં મુંબઈના જાણીતા શાયર સાગર ત્રિપાઠી અને ડો. મહેતાબઆલમ તેમ જ શાહજહાં શાદનું સૂરતમાં સન્માન કરવામાં આવ્યું હતું.

હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એસએનવીજી યુનિવર્સિટી સૂરતના વાઈસ ચાન્સેલર મુખ્ય મહેમાન હતાં. મહેબૂબ આલમ દ્વારા સંચાલિત કાર્યક્રમમાં આફરીન ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ કરાર હુસૈન સિદ્દીકી મુખ્ય અતિથિપદે હતાં. સાહિત્યમાં ઉલ્લેખનીય પ્રદાન આપનાર સર્જકોના આ સન્માન સમારોહમાં રજૂ થયેલી કૃતિઓને લઇને ઉપસ્થિતોએ શાયરીના અંદાજનો આગવો લહાવો માણ્યો હતો.

કાર્યક્રમમાં સાગર ત્રિપાઠી, સંતોષ સિંહ, વારાણસીથી સાવન શુકલા, અનવર ફારુકી, ઊર્મિલા ઊર્મી, ફૂરકાન આસિફ, ગુનાથી અસલમ રાશિદ, ધૂલિયાથી અમર અમાન, રામશિરોમણિ પાઠક, ખુમાર આફાકી અને સોનલ જૈન દ્વારા શાયરીની જમાવટ કરવામાં આવી હતી.

એક શામ સાગર ત્રિપાઠી કે નામ..ની ઝલક

दिल मोहब्बत से मुकरना भी नहीं चाहता है।
ग़म की सरहद पे ठहरना भी नहीं चाहता है।।

देखने को दिल-ए-दीवाना है बेताब उसे।
उसकी यादों से उभरना भी नहीं चाहता है।।

डा•सागर त्रिपाठी

 

आवाज़ के हिसार से बाहर का कुछ कहो
यानी कि इस ग़ुबार से बाहर का कुछ

मुझको यक़ीन है कि मुहब्बत है ज़िन्दगी
अब मेरे एतबार से बाहर का कुछ कहो

असलम राशिद

मौत कितनी हसीन होती है
काश मैं पहले मर गया होता ।

पत्थरों को भी दर्द होता है
चोट खाते हैं जब वो फूलों से।

Shahjahan shad

सफ़र में हूँ मैं मुसलसल सफ़र में रहने दे
तेरी नज़र का सफ़र है नज़र में रहने दे

मेरे घर से एक चिंगारी उठी
पेड पत्ते सब हवा करने लगे

संतोष सिंह

दिल भी तोडा तो सलीके से न तोडा तुमने

बेवफाई के भी आदाब हुआ करते है

तुमने किस किस से ये कहा होगा

हम किसी के नहीं तुम्हारे है

हम जो ऊनका खयाल करने लगे

लोग हमसे सवाल करने लगे

उसने पूछी थी खैरियत रस्मन

ओर हम अर्जे हाल करने लगे

ड़ो. महताब आलम