અયોધ્યા જવા રવાના થયા શિવસેનાનાં કાર્યકર્તાઓ…

ઉત્તર પ્રદેશમાં ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા નગરમાં રામનું મંદિર તત્કાળ બંધાય એ માટે કેન્દ્રની સરકાર પર દબાણ લાવવા માટે અને પોતાની પાર્ટીની ઝુંબેશને ઉગ્ર બનાવવા માટે શિવસેના પાર્ટીના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ કરેલી ‘ચલો અયોધ્યા’ કૂચના ભાગરૂપે પાર્ટીના અનેક કાર્યકર્તાઓ 22 નવેમ્બર, ગુરુવારે મુંબઈ નજીકના થાણે સ્ટેશનેથી થાણે-અયોધ્યા વિશેષ ટ્રેન દ્વારા રવાના થયા હતા. આ કાર્યકર્તાઓ 25 નવેમ્બરે અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ સભામાં હાજરી આપશે. ઠાકરે પણ અયોધ્યા જઈ રહ્યા છે. ઠાકરેએ મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા જન્મસ્થળ શિવનેરી કિલ્લાની મુલાકાતે ગયા હતા અને ત્યાંની પવિત્ર માટી અને મંગળ કળશ લઈને અયોધ્યા જવા રવાના થયા હતા. પુણેમાં પત્રકાર પરિષદમાં ઉદ્ધવે કહ્યું હતું કે હું 25મીએ અયોધ્યા જઈને કેન્દ્ર સરકારને સવાલ પૂછીશ કે ‘મંદિર વહીં બનાયેંગે’ નારા દ્વારા લોકોને હજી કેટલી ચૂંટણીઓ સુધી મૂર્ખ બનાવતા રહેશો?

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શિવનેરી કિલ્લા ખાતે.