તેજસ્વી તારલાઓનું સન્માન…

દેવીપૂજક વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન તથા તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઇશ્વર પરમારે જણાવ્યું હતું કે, દેવીપૂજક સમાજ ધીમે ધીમે આગળ આવી રહ્યો છે અને આ સમાજમાંથી કુરિવાજો-અંધશ્રદ્ધાઓ દૂર થાય તે આજના સમયની જરૂરિયાત છે.

સમાજમાં શિક્ષણનું પ્રમાણ જેમ જેમ વધતું જશે તેમ સમાજમાંથી ગરીબી-બેકારી જેવી સમસ્યાઓ આપોઆપ ઉકેલાઇ જશે.

પૂર્વ પ્રધાન ગોરધનભાઇ ઝડફિયાએ જણાવ્યું કે, જે સમાજ ઇતિહાસને ભૂલી જાય છે તે સમાજ કોઇ દિવસ વિકાસ કરી શકે નહીં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]