મુંબઈમાં કાંદિવલી-મલાડ (પૂર્વ)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે વરસાદને કારણે ગઈ 4 ઓગસ્ટે મોટી ભેખડ ધસી પડવાની ઘટનાને કારણે એક તરફની લેન ટ્રાફિક માટે હજી પણ બંધ રાખવી પડી છે. રસ્તા પરથી કાટમાળ હટાવવાનું અને પુનઃબાંધકામનું કામકાજ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ધસી પડેલી ભેખડનો કાટમાળ ખસેડવા, પુનઃબાંધકામ કરી ટ્રાફિક શક્ય એટલો જલદી પ્રસ્થાપિત કરવા માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે. તે ઘટનામાં સદ્દભાગ્યે કોઈને ઈજા થઈ નહોતી. (તસવીરોઃ દીપક ધુરી)
