FRCના વિરોધમાં અમદાવાદમાં વાલીઓએ કાઢી રેલી…

ગુજરાતમાં શાળાઓ દ્વારા લેવામાં આવતી ફીના નિયમન માટે રાજ્ય સરકારે નિમેલી ફી રેગ્યૂલેશન કમિટી (FRC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ફી માળખા સામેના વિરોધમાં અમદાવાદના બોપલ ઘુમા આંબલી વિસ્તારની તમામ શાળાઓનાં વિદ્યાર્થીઓનાં માતા-પિતા અને વાલીઓનાં મંડળે તેમજ વરિષ્ઠ નાગરિકોએ 22 એપ્રિલ, રવિવારે ઘુમા ગામથી બોપલ રિંગ રોડ સુધી બે કિલોમીટરની રેલી કાઢી હતી અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. વાલીઓનો આક્ષેપ છે કે ખાનગી શાળાઓ બેફામ રીતે ફી વધારે છે અને એની પર અંકુશ લાવવામાં FRC પણ અસરકારક નીવડી નથી. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)