રાજનાથ સિંહ કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે…

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે 12 ઓગસ્ટ, રવિવારે કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોનું હેલિકોપ્ટરમાંથી નિરીક્ષણ કર્યું હતું. એમની સાથે કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયન તથા કેન્દ્રના પર્યટન ગૃહ પ્રધાન અલ્ફોન્સ હતા. રાજનાથ સિંહે બચાવ કામગીરી અંગે વિજયન પાસેથી જાણકારી મેળવી હતી. કેરળમાં પૂરને કારણે મરણાંક વધીને 37 થયો છે, હજારો લોકોને રાહત શિબિરોમાં ખસેડવા પડ્યા છે. કેરળમાં 14માંથી 11 જિલ્લા પૂરની આફતથી અસરગ્રસ્ત. 24 ડેમનાં દરવાજા ખોલી દેવા પડ્યા છે, જેથી પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યું છે. સૌથી વધારે ખરાબ અસર ઈડુક્કી જિલ્લામાં થઈ છે.