સોમનાથ ચેટરજી સમ્માનપૂર્વક અંતિમ વિદાય…

13 ઓગસ્ટ, સોમવારે અવસાન પામેલા લોકસભાના 89 વર્ષીય ભૂતપૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજીને કોલકાતામાં રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. એમના પાર્થિવ દેહને વિધાનભવનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ઉપરની તસવીરમાં બેંગાલ પોલીસજવાનો સોમનાથ ચેટરજીને 21 બંદૂકની સલામી આપી રહ્યા છે. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના ભૂતપૂર્વ નેતા સોમનાથ ચેટરજીએ દેહદાન કર્યું હતું. તેથી એમનું પાર્થિવ શરીર ચેટરજીની અંતિમ ઈચ્છાનુસાર કોલકાતાની SSKM હોસ્પિટલને દાનમાં આપી દેવામાં આવ્યું હતું. એમણે એવી ઈચ્છા દર્શાવી હતી કે એમના પાર્થિવ શરીરનો ઉપયોગ તબીબી અભ્યાસ માટે કરવો.

સોમનાથ ચેટરજીના પત્ની રેણુ ચેટરજીને અંતિમ દર્શનના સ્થાને પહોંચવામાં મદદ કરતા પરિવારજનો તથા અધિકારીઓ.

સોમનાથ ચેટરજીના અંતિમ દર્શ માટે આવી પહોંચેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]