સીએમે ‘ત્રીજા નેત્ર’થી લીધો અધિકારીઓનો રાઉન્ડ

ગાંધીનગર- મુખ્યપ્રધાન રુપાણી રાજ્યના જિલ્લા તંત્રોને પ્રજાકીય પ્રશ્નો અને પ્રજાને સ્પર્શતી બાબતોની સમસ્યાઓનું નિશ્ચિત સમયાવધિમાં નિવારણ લાવવા તાકીદ કરતાં પોતાના નિવાસસ્થાનેથી ધ્યાન રાખે છે. સીએમે પોતાના નિવાસસ્થાનેથી સીએમ ડેશ-બોર્ડ દ્વારા વિવિધ ઇન્ડીકેટર્સમાં જિલ્લાઓના પરફોર્મન્સની સમીક્ષા તેમણે કરી હતી.જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સી.એમ. ડેશ-બોર્ડમાંની ગતિવિધિઓ અંગે તેમના જિલ્લાઓમાં થયેલી કામગીરીનો અંદાજો મેળવ્યો હતો.

સી.એમ. ડેશ-બોર્ડ મારફતે મુખ્યમંત્રીશ્રી સ્વયં સરકારના બધા જ વિભાગોની કામગીરી અને પડતર રહેલી બાબતોનું મોનિટરીંગ કરે છે. રર૦0 જેટલા ઇન્ડીકેટર્સમાં સંબંધિત વિભાગોની પ્રગતિનું રિયલ ટાઇમ મોનિટીંગ આ ડેશ-બોર્ડ મારફતે થાય છે.આ ડેશ-બોર્ડની કામગીરી સંદર્ભે સમયાંતરે દરેક જિલ્લાના કલેકટરો, જિલ્લા પોલીસ અધિક્ષકો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા અને માર્ગદર્શન કરતા રહે છે.આ શૃંખલામાં તેમણે આજે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓના આ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સમીક્ષા હાથ ધરી હતી. આ સમીક્ષા વેળાએ મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચીવ મનોજકુમાર દાસ, ઓ.એસ.ડી. ડી. એચ. શાહ તથા અધિકારીઓ જોડાયાં હતાં.