રાજકોટમાં વરસાદ; SCA સ્ટેડિયમની હાલત…

અરબી સમુદ્ર પરના આકાશમાં 'મહા' વાવાઝોડાએ આકાર લેતાં 6 નવેંબર, બુધવારે રાતે રાજકોટમાં વાતાવરણ પલટાયું હતું અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. એને કારણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમના મેદાનમાં અને સ્ટેન્ડ્સમાં પાણી ભરાઈ ગયા હતા. આ જ મેદાન પર 7 નવેંબર, ગુરુવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શ્રેણીની બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાવાની છે.