તાના-રીરી મહોત્સવ…

ભક્તકવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં વડનગરના આંગણે વર્ષ 2003થી શરૂ થયેલા બે દિવસીય તાના-રીરી મહોત્સવનો બુધવારે આરંભ થયો.

આ મહોત્સવ તબલાવાદન, વાંસળીવાદન અને ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં નવરસની પ્રસ્તુતિ એમ ત્રણ-ત્રણ વિશ્વ રેકોર્ડનો સાક્ષી બન્યો.

તાના-રીરી એવોર્ડ સંયુક્ત રીતે સુશ્રી અશ્વિની ભીડે દેશપાંડે અને સુશ્રી પિયુ સરખેલને એનાયત કરવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૨.૫૦ લાખ અને તામ્રપત્ર-શાલ ઓઢાડી સન્માન કરાયું.

30 મિનીટમાં 150 તબલા વાદકો દ્વારા 28  અલગ અલગ તાલ વગાડી વિશ્વ રેકોર્ડની રચ્યો.108 વાંસળી વાદકોએ રાગ ખમાજ પર ધુન વૈષ્ણવજન અને રાષ્ટ્રગીત વગાડી વિશ્વ રેકોર્ડ રચ્યો.એક મીનીટમાં કલાગુરૂ શીતલબેન બારોટ ચહેરાના અલગ અલગ નવ ભાવો નવ રસ પ્રમાણે રજુ કરી વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો.

મુખ્યમંત્રીએ વડનગર ખાતે ઉત્ક્રાંતિ અને વિકાસ ઉપર એ.એસ.આઇ દ્વારા તૈયાર થયેલ પ્રદર્શનની મુલાકાતે લીધી હતી.

પદ્મશ્રી અનુરાધા પૌડવાલના શાસ્ત્રીય ગાયન સહિત ગુજરાતી ગીતોએ સંગીત રસિકોને મંત્ર મુગ્ધ કર્યા હતા.