સમૃદ્ધ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં બદતર હાલત

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે, કયાંક મૂશળધાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ બાદ પાણી ભરાઈ જવાની અને માર્ગો તૂટી જવાની સ્થિતિ સર્જાઈ છે. મહત્વપૂર્ણ છે કે મોટાભાગના દેશો, રાજ્યોમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે, સગવડો પૂરી પાડવામાં આવે છે. પરંતુ અમદાવાદના ઔદ્યોગિક એકમોના વિસ્તારોના માર્ગોની જર્જરિત હાલત જોતા લાગે કે તંત્ર ઉદાસીન છે. ગોતા સહિત અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારના લોકો ગંદકી, બિસ્માર માર્ગો પરથી પસાર થાય છે. ત્યારે હાલ આ ઔદ્યોગિક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]