ચૂંટણી પરિણામો સામે સુરતમાં વિરોધ…

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2017ના પરિણામો સામે સુરતમાં વિરોધની 18 ડિસેમ્બર, સોમવારનીરાતથી શરૂઆત થઈ ગઈ છે. કામરેજ વિસ્તારમાં પાટીદારો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસી ઉમેદવાર અશોક જીરાવાલાની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરો અને પાટીદારો VVPAT ની ફેરગણતરી કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ એકત્ર થયા હતા.