પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં રોડ શો કર્યો…

કોંગ્રેસનાં મહામંત્રી (પૂર્વીય ઉત્તર પ્રદેશ ચાર્જ) પ્રિયંકા ગાંધી-વાડ્રાએ 21 એપ્રિલ, રવિવારે કેરળના વાયનાડ મતવિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાં રોડ શો કરી જાહેર સભાને સંબોધિત કરી હતી. વાયનાડમાંથી પ્રિયંકાનાં ભાઈ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ચૂંટણીમાં ઊભાં છે. વાયનાડમાં પ્રિયંકા શહીદ જવાન સ્વ. વી.વી. વસંતકુમારનાં પરિવારજનોને પણ મળ્યાં હતાં. વસંતકુમાર પુલવામા ટેરર હુમલામાં શહીદ થયા હતા. જો એમનાં ભાઈ અને કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી કહેશે તો પોતાને વારાણસીમાં વડા પ્રધાન મોદીની સામે ચૂંટણી લડવામાં ઘણો આનંદ થશે. હું વારાણસીમાંથી ચૂંટણી લડવા તૈયાર છું.