શ્રીલંકામાં ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટેલ્સમાં સિરિયલ બોમ્બધડાકા…

શ્રીલંકાના પાટનગર કોલંબો, નેગોમ્બો અને બેટ્ટીકેલોઆ શહેરોમાં 21 એપ્રિલ, રવિવારે સવારે લગભગ 8.45 વાગ્યે ત્રણ ચર્ચ અને ત્રણ ફાઈવ સ્ટાર હોટેલ્સમાં છ સિરિયલ બોમ્બ ધડાકા થતાં 200થી વધારે લોકો માર્યા ગયા છે અને બીજાં 450 જેટલા લોકો ઘાયલ થયા છે. રવિવારે ઈસ્ટર તહેવાર હોવાથી ખ્રિસ્તીઓ ચર્ચમાં મોટી સંખ્યામાં સમૂહ પ્રાર્થના માટે એકત્ર થયા હતા. બેટ્ટીકેલોઆ શહેરના એક ચર્ચમાં, કોલંબોના કોચ્છીકાડે વિસ્તારના સેન્ટ એન્થનીઝ ચર્ચમાં અને કાતુવાપીતીયાના સેન્ટ સેબેસ્ટીયન ચર્ચમાં ધડાકો થયો હતો. કોલંબોની જે ત્રણ ફાઈવ સ્ટાર હોટેલ્સમાં ધડાકા થયા હતા એના નામ છેઃ શાંગ્રીલા, સિનામન ગ્રેન્ડ અને કિંગ્સબરી.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]