પ્રિયંકા ગાંધી રાયબરેલીમાંઃ સાપને હાથમાં પકડીને રમાડ્યાં…

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં 2 મે, ગુરુવારે ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસનાં મહામંત્રી (પૂર્વીય ઉ.પ્ર.) પ્રિયંકા ગાંધી-વાડ્રા મદારીઓને મળ્યાં હતા અને એમનાં ટોપલામાં રહેલા સાપને જોઈને હાથમાં પકડીને રમાડ્યાં હતાં અને કહ્યું હતું કે 'કેટલો સરસ છે'. પ્રિયંકાએ તે વિસ્તારમાં રહેતાં મદારીઓનાં જીવન વિશે ઘણા સવાલો પૂછ્યાં હતાં અને એમનાં વિશેની જાણકારી મેળવી હતી. મદારીઓએ કહ્યું કે એમની વસ્તીમાં આશરે 200-300 જેટલા લોકો છે. ઉત્તર પ્રદેશમાં અમેઠીમાં ભાઈ રાહુલ માટે જનતા પાસે વોટ માગ્યાં બાદ પ્રિયંકા ગુરુવારે એમનાં માતા સોનિયા ગાંધીનાં મતવિસ્તાર રાયબરેલીની મુલાકાતે ગયાં હતાં. આ બંને સીટને બચાવવા માટે પ્રિયંકા જોરદાર રીતે પ્રચાર કરી રહ્યાં છે.