અમદાવાદઃ સંસ્કારધામમાં સ્વરક્ષણની સ્પર્ધા યોજાઇ

અમદાવાદઃ રમત ગમતની જુદી જુદી સ્પર્ધાઓ એમાંય સ્વરક્ષણની તાલીમ અને સ્પર્ધાનું મહત્વ અનોખું છે. પોતાની રક્ષા માટે શીખવાડવામાં આવતી કરાટે વિવિધ પ્રાંત-દેશમાં જુદા જુદા નામે ઓળખાય છે. કઠીન તાલીમના અભ્યાસ માટે વિવિધ વય જૂથના લોકો જોડાય છે. તાલીમ બાદ સ્પર્ધા થાય છે, જેમાં શક્તિ પ્રદર્શન બાદ મૂલ્યાંકન થાય છે.

અમદાવાદના સંસ્કારધામના સંકુલમાં 15મી ઓલ ગુજરાત સ્ટેટ સીતો-રયુ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં અંદાજે 1200 જેટલા લોકોએ ભાગ લીધો. જેમાં એડીએમ સ્પોર્ટસ્ એકડમીના સ્પર્ધક પ્રતિજ્ઞા, હર્ષ ખંડેલવાલ તેમજ રત્નેશસીંગે ગોલ્ડ મેડલ મેળવ્યો. રુદ્ર રાવલ, ધ્યાની પટેલે સીલ્વર મેડલ મેળવ્યો. જ્યારે ચંદ્રાંજલી વિશ્વાસ, ધ્વનિત પંચાલ અને નમ્રતા મિશ્રા એ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)