ઓડિશામાં ફૂંકાયું ભયાનક વાવાઝોડું ફોની…

ઓડિશા રાજ્યના સમુદ્રકાંઠા પર શુક્રવાર, 3 મેએ સવારે લગભગ 9 વાગ્યે વિનાશકારી વાવાઝોડું ફોની ત્રાટક્યું હતું. વાવાઝોડું ત્રાટકવાની શરૂઆત સવારે 8 વાગ્યાથી થઈ હતી. ફોની ત્રાટક્યું એનાં અમુક કલાક પહેલાં જ પુરી શહેર તથા અન્ય સમુદ્રકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો અને પ્રતિ કલાક 100-150 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડું ત્રાટક્યું ત્યારે પવનની ગતિ વધીને 200 કિ.મી. થઈ ગઈ હતી. સાવચેતીના પગલાં તરીકે પુરી શહેરમાં વીજપૂરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. રાજ્યભરમાં 11 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી લેવામાં આવ્યા હતા. બચાવ તથા રાહત કામગીરી માટે સ્થાનિક વહીવટીતંત્ર તથા ભારતીય સેનાની ત્રણેય પાંખના જવાનો ખડે પગે હાજર હતા.