રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલ બાંગ્લાદેશની ત્રણ-દિવસની સત્તાવાર યાત્રાએ ગયા છે. 15 ડિસેમ્બર, બુધવારે પાટનગર ઢાકામાં બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના એમને મળ્યાં હતાં. બંને નેતાએ બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સહકાર અને પરસ્પર હિતને લગતાં અનેક પ્રશ્નો પર ચર્ચા કરી હતી.