‘વિજય દિવસ’: મુંબઈના લશ્કરી મથક ખાતે શહીદ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

1971ના યુદ્ધમાં પાકિસ્તાની દળો પર ભારતીય સેનાએ મેળવેલા શાનદાર વિજયની ઉજવણી રૂપે ભારતના સશસ્ત્ર દળો દર વર્ષની 16 ડિસેમ્બરે ‘વિજય દિવસ’ ઉજવે છે. આજે મુંબઈના કોલાબા વિસ્તારસ્થિત લશ્કરી મથક ખાતેના શહીદ સ્મારક ખાતે ભૂમિદળના અધિકારીઓ, જવાનોએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લેફ્ટેનન્ટ જનરલ એચ.એસ. કેહલોન (જનરલ ઓફિસર કમાન્ડિંગ મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા એરિયા) અને મેજર જનરલ વાય.પી. ખંડુરી (એનસીસી મહારાષ્ટ્ર ડાયરેક્ટોરેટના ADG)એ સ્મારક ખાતે પુષ્પચક્ર અર્પણ કર્યું હતું અને બે-મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. (તસવીર સૌજન્યઃ પીઆઈબી (ડીફેન્સ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]