કોરોનાનો ઓછાયોઃ કેપ્ટન પેટ કમિન્સ બીજી ટેસ્ટમાંથી બહાર

એડિલેડઃ ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી એડિલેડ ટેસ્ટ મેચથી બહાર થઈ ગયો છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં રમાશે. જોકે કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરશે.

સાઉથ ઓસ્ટ્રેલિયા હેલ્થે પુષ્ટિ કરી હતી કે પેટ કમિન્સ કોવિડ-19 સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં હતો. હવે તેણે સાત દિવસ માટે ક્વોરોન્ટિન રહેવાની જરૂર પડશે. તે બુધવારે એડિલેડની એક હોટલમાં ડિનર દરમ્યાન કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. હાલમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયાના નિર્દેશો હેઠળ કોઈ અન્ય રાજ્યથી આવનાર વ્યક્તિએ PCR ટેસ્ટ કરાવવાનો રહે છે, જ્યાં સુધી એ ટેસ્ટ ન થાય, ત્યાં સુધી તેણે ક્વોરોન્ટિન રહેવાનું હોય છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યાનુસાર કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી પેટ કમિન્સે રેસ્ટોરાં છોડી દીધી હતી. બોર્ડના અધિકારીઓએ માહિતી આપી હતી કે કમિન્સે હવે સાત દિવસો માટે ક્વોરોન્ટિન રહેશે. તેની જગ્યાએ હવે માઇકલ નેસરને ટેસ્ટ ડેબ્યુ કરવાની તક મળશે.

કમિન્સે કોરોના વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી તેણે PCR ટેસ્ટ કરાવ્યો હતો, જોકે કમિન્સનો ર્પોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે ઓસ્ટ્રેલેયાનું કહેવું હતું કે કમિન્સે બાયો-બબલના નિયમોનું ઉલ્લંઘન નથી કર્યું. તે મેલબોર્નમાં રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટમાં પરત ફરશે. કમિન્સ પહેલાં ઇજાને કારણે સ્ટાર બોલર હેઝલવૂડ પણ બીજી ટેસ્ટમાંથી બહાર થયો હતો. આ બંને બે મુખ્ય બોલરો નહીં રમવાથી ઓસ્ટ્રેલિયાની કાંગારુ ટીમ બેકફૂટ આવી ગઈ છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]