અનેક વાવાઝોડાએ અમેરિકામાં 100થી વધુનો ભોગ લીધો

અમેરિકાના છ રાજ્યોમાં શુક્રવાર, 10 ડિસેમ્બરની રાતે એક નહીં, પરંતુ અનેક વાવાઝોડા ત્રાટકતાં મોટી જાનહાનિ થઈ છે અને પારાવાર નુકસાન થયું છે. વાવાઝોડાઓથી બરબાદ થયેલા છ રાજ્યો છે – કેન્ટુકી, અર્કાન્સાસ, ઈલિનોઈ, મિસૌરી, ટેનેસી અને મિસિસિપ્પી. સૌથી વધારે નુકસાન કેન્ટુકીમાં થયું છે. ત્યાં મરણાંક 80 હોવાનો અંદાજ છે. અમેરિકાના દક્ષિણ અને મધ્યપશ્ચિમ ભાગોમાં 200 માઈલને આવરી લેતા વિસ્તારમાં વાવાઝોડાઓએ વિનાશ વેર્યો છે. અનેક મકાનો, ઘરો, રસ્તાઓ, વાહનો નાશ પામ્યા છે. સોશિયલ મિડિયા પર વાવાઝોડાએ વેરેલા વિનાશની તસવીરો અને વિડિયો આંચકા અને આઘાતજનક છે. જ્યાં જુઓ ત્યાં કાટમાળ જ નજરે પડે છે. ઠેરઠેર અંધારપટ છવાઈ ગયો છે.

અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને કેન્ટુકી માટે ઈમરજન્સી ઘોષિત કરી છે. કહ્યું છે કે અમેરિકાના ઈતિહાસમાં વાવાઝોડાને લગતી આ અત્યાર સુધીની સૌથી મોટી આફત છે.

(તસવીર સૌજન્યઃ @accuweather)