કોરોના મામલે મુખ્યપ્રધાનોને પીએમ મોદીની સૂચના…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 17 માર્ચ, બુધવારે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવાના મામલે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. એમણે કોરોનાના બીજા મોજા વિરુદ્ધ ઝડપથી પગલાં ભરવાની મુખ્ય પ્રધાનોને અપીલ કરી હતી અને નિર્દેશ કર્યો હતો કે તમામ રાજ્યોમાં કોરોનાની ટેસ્ટિંગ સુવિધા વધારવાની છે. એમણે ચેતવણી આપી હતી કે જો આપણે કોરોનાના આ મોજાને અટકાવી નહીં શકીએ તો એનો પ્રકોપ આખા દેશમાં વધી શકે છે. બેઠકમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ભાગ લીધો હતો.

(તસવીર સૌજન્યઃ પીઆઈબી)