આમિરે સોશિયલ મિડિયા છોડવા વિશે ચોખવટ કરી

મુંબઈઃ બોલીવૂડ એક્ટર આમિર ખાને 15 માર્ચે એના જન્મદિવસ પછી જાહેરાત કરી હતી કે તે સોશિયલ મિડિયા છોડી રહ્યો છે. તેણે ટ્વિટર હેન્ડલ પર નિવેદન શેર કર્યું હતું. એક્ટરે તેના બર્થડે પર શુભકામનાઓ આપવા બદલ તેના પ્રશંસકો અને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે સોશિયલ મિડિયા પર બહુ સક્રિય નથી, એ પછી તે સોશિયલ મિડિયામાં બહાર નીકળી ગયો હતો. તેનો સોશિયલ મિડિયામાંથી બહાર નીકળ્યા પછી એક્ટરનો એક વિડિયો આવ્યો હતો, જેમાં તે પત્રકારો સાથે વાત કરી રહ્યો હતો. આ વિડિયોમાં એક્ટર તેના સોશિયલ મિડિયા કેમ છોડી રહ્યો છે, એના કારણો જણાવતો હતો અને આમિર ખાને લોકોને કહ્યું હતું કે તમારી તમારી થિયરી ન લગાવો, હું તો મારી ધૂનમાં રહું છું. હું આમ પણ સોશિયલ મિડિયા પર આમે છું જ ક્યાં?  હું સોશિયલ મિડિયા પર આમે કશું શેર નથી કરતો. હું આમે સોશિયલ મિડિયા પર સક્રિય નહોતો અને કંઈ પણ પોસ્ટ નહોતો કરતો, એમ ખાને પત્રકારોને કહ્યું હતું.

આમિર ખાને વધુમાં કહ્યું હતું કે મિડિયાની ભૂમિકા હવે બહુ મોટી થઈ ગઈ છે, કેમ કે કોઈ પણ કોમ્યનિકેશન્સ એના દ્વારા થાય છે.

હવે હું મારા પ્રેક્ષકો સાથે મિડિયા દ્વારા વાતચીત કરીશ,મને તમારા પર પૂરો વિશ્વાસ છે, આ સારી છેલ્લી પોસ્ટ છે, એટલે મારું ધ્યાન છે, ત્યાં કેન્દ્રિત કરવા માગું છું.આપણે પહેલાંની જેમ કોમ્યુનિકેટ કરતા રહીશું, એમ તેણે કહ્યું હતું.