મોદીનું C-130J હર્ક્યૂલીસ વિમાન પૂર્વાંચલ એક્સપ્રેસવે પર ઉતર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 16 નવેમ્બર, મંગળવારે ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં આવેલા 341 કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસવેનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગ માટે તેઓ ભારતીય હવાઈ દળના C-130J સુપર હર્ક્યૂલીસ વિમાનમાં આવ્યા હતા. વિમાને પૂર્વાંચલ એક્સપ્રેસવે પર 3.2 કિ.મી. લાંબી એરસ્ટ્રિપ પર ઉતરાણ કર્યું હતું. એરપોર્ટના રનવેની જેમ જ એક્સપ્રેસવે પર આ વિમાને ઉતરાણ કર્યું હતું.

 

પૂર્વાંચલ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉને ઉ.પ્ર.-બિહાર સરહદ પર નજીકના ગાઝીપુર સાથે જોડે છે. આ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશ રાજ્યના 9 જિલ્લામાંથી પસાર થશે – લખનઉ, બારાબંકી, અમેઠી, સુલતાનપુર, અયોધ્યા, આંબેડકર નગર, આઝમગઢ, મઉ અને ગાઝીપુર. આ સાથે તે ભારતમાં હવે સૌથી લાંબો સક્રિય એક્સપ્રેસવે બન્યો છે. આ પહેલાં આગરા-લખનઉ એક્સપ્રેસવે સૌથી લાંબો હતો (302 કિ.મી.).

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]