મેટા, એપલ વચ્ચે ગળાકાપ હરીફાઈ થાય એવી શક્યતા

નવી દિલ્હીઃ થોડા સમય પહેલાં ફેસબુકે રિબ્રાન્ડિંગ કર્યું હતું, જે હેઠળ કંપની હવે મેટા (META) નામથી ઓળખાશે. કંપની હવે નવી રિબ્રાન્ડિંગની સાથે કેટલાય પ્રકારની યોજના બનાવી રહી છે. ફેસબુક એપલ સાથે સ્પર્ધા કરવાની યોજના બનાવી રહી છે. કંપનીની નવી યોજના ટેક્નિકલ નિષ્ણાતોની વચ્ચે હરીફાઈનું કારણ બની શકે છે.

એપલ અને ફેસબુક વચ્ચે અત્યાર સુધી હરીફાઈ જોવા નથી મળી. જોકે બંને કંપનીઓ એકમેકની નીતિઓની ટીકા કરતી રહી છે. જોકે આ સ્પર્ધા આવનારા સમયમાં ગળાકાપ હરીફાઈ કરે એવી શક્યતા છે, કેમ કે બંને કંપનીઓ એવી પ્રોડક્ટ પર કામ કરી રહી છે, જે સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ હોય અને ઓગમેન્ટેડ રિયલિટી પર કામ કરતી હોય. માર્ક ગુરમન દ્વારા બ્લુમબર્ગના પાવર ઓન ન્યૂઝલેટરમાં આ પ્રોગ્રેસ પર પ્રાશ ફેંક્યો છે. આવતા સમયમાં એપલ અને મેટા વચ્ચે હરીફાઈ વધશે.  બંને કંપનીઓ પોતપોતાના AR ડિવાઇસ, સ્માર્ટવોચની સાથે-સાથે ઘરો માટે સ્માર્ટ ડિવાઇસ પર કામ કરી રહી છે.

મેટા હજી મિક્સ્ડ- રિયલિટી હેન્ડસેટ્સ પર કામ કરી રહી છે, જે પ્રોજેક્ટને કેમ્બ્રિયા કહેવામાં આવે છે. બીજી બાજુ એપલ એક એડવાન્સ્ડ મિક્સ્ડ રિયલિટીવાળા વાઇઝર વિકસિત કરી રહી છે. એ અપેક્ષા છે કે મેટા હેન્ડસેટ સામાન્ય જનતા માટે ઉપલબ્ધ કરાવશે. જોકે એપલનું આ પ્રકારનું ડિવાઇસિસ જનતાની પહોંચની બહાર હશે. મેટા સ્માર્ટવોચ હેલ્થ અને કોમ્યુનિકેશનની સાથે કામ કરે એવી સંભાવના છે. એપલ પણ એક બિલ્ટ-ઇન સ્પીકરની સાથે સેટ-ટોપ બોક્સ પર કામ કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]