વડા પ્રધાને આઝાહ હિંદ સરકારની વર્ષગાંઠ ઉજવી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઝાદીની ચળવળ વખતે મહાન સ્વાતંત્ર્યસેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝે 1943ની 21 ઓક્ટોબરે કરેલી આઝાદ હિંદ ફોજ કે ઈન્ડિયન નેશનલ આર્મીની કરેલી સ્થાપનાની 75મી વર્ષગાંઠ નિમિત્તે 21 ઓક્ટોબર, રવિવારે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે તિરંગો ફરકાવ્યો હતો. એ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ તથા સુભાષચંદ્ર બોઝના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.