તાઈવાનમાં હાઈસ્પીડ ટ્રેન પાટા પરથી ઉથલી પડી…

તાઈવાનના પાટનગર તાઈપેઈ નજીક 21 ઓક્ટોબર, રવિવારે સાંજે લગભગ 4.50 વાગ્યાના સુમારે હાઈસ્પીડ પૂયુમા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડતાં ઓછામાં ઓછા 18 જણ માર્યા ગયા છે અને બીજાં 166 જણ ઘાયલ થયા છે. ટ્રેનમાં 366 જણ પ્રવાસ કરી રહ્યા હતા. ટ્રેન તાઈપેઈના ઉપનગર તાઈતુંગ તરફ જતી હતી. આ ટ્રેન માત્ર 6 વર્ષ જૂની હતી અને ગયા જ વર્ષે એનું ઈન્સ્પેક્શન તથા મોટું મેઈન્ટેનન્સ વર્ક હાથ ધરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]