રાવણ બનીને આવી ટ્રેન, 61ને કચડી ગઈ…

પંજાબના અમૃતસર શહેરમાં આવેલા જોડા ફાટક વિસ્તારમાં 19 ઓક્ટોબર, શુક્રવારે લગભગ સાત વાગ્યાના સુમારે લોકો રેલવેના પાટા પર ઊભીને સામેની તરફના મેદાનમાં દશેરા નિમિત્તે ચાલી રહેલા રાવણદહન કાર્યક્રમ નિહાળી રહ્યા હતા ત્યારે એમની પર ધસમસતી આવેલી એક DMU ટ્રેન ફરી વળતાં અનેક લોકો કચડાઈ ગયા હતા. દુર્ઘટનામાં 61 જણ માર્યા ગયા હોવાનો અને બીજાં 70થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.