વડા પ્રધાન મોદી મુંબઈમાં…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 18 ફેબ્રુઆરી, રવિવારે મુંબઈની મુલાકાતે આવ્યા હતા. એમણે વિડિયો લિન્ક મારફત (રીમોટ કન્ટ્રોલ દ્વારા) નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના ભૂમિપૂજનની તકતીનું અનાવરણ કર્યું હતું. નવી મુંબઈસ્થિત જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ ખાતે ચોથા કન્ટેઈનર ટર્મિનલનું લોકાર્પણ કર્યું હતું અને મુંબઈમાં બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ ખાતે ‘મેગ્નેટિક મહારાષ્ટ્ર કન્વર્જન્સ 2018’ નામક વૈશ્વિક ઈન્વેસ્ટર્સ શિખર સંમેલનનું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમો વખતે મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]