કેનેડાના PM ટ્રુડો તાજમહલની મુલાકાતે…

ભારતની એક અઠવાડિયાની મુલાકાતે આવેલા કેનેડાના સૌથી યુવાન વયના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એમના પરિવારજનોની સાથે 18 ફેબ્રુઆરી, રવિવારે આગરામાં સુપ્રસિદ્ધ સ્મારક તાજમહલની મુલાકાત લીધી હતી. એમની સાથે એમના પત્ની સોફી તથા બાળકો ઝેવિયર, ઈલા-ગ્રેસ અને હેડ્રીન હતા. 46 વર્ષીય ટ્રુડો વડા પ્રધાન મોદીના આમંત્રણને માન આપીને ભારત આવ્યા છે. તેઓ નવી દિલ્હીમાં જામા મસ્જિદ, ગુજરાતના ગાંધીનગરના અક્ષરધામ મંદિર તથા અમૃતસરના સુવર્ણ મંદિરની પણ મુલાકાત લેવાના છે. ટ્રુડો કેનેડાના સદ્દગત વડા પ્રધાન પીએર ટ્રુડોના પુત્ર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]