GalleryEvents પીએમ મોદી ટોક્યો ઓલિમ્પિક્સ ખેલાડીઓને મળ્યા બ્રેકફાસ્ટ પર… August 16, 2021 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક્સ-2021માં ભાગ લઈને આવેલા દેશના ઓલિમ્પિક સંઘનાં સભ્યોને 16 ઓગસ્ટ, સોમવારે સવારે નવી દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને બ્રેકફાસ્ટ પર આમંત્રિત કર્યાં હતાં અને તેમની સાથે વાતચીત કરી હતી. સભ્યોમાં જેવેલીન થ્રો (ભાલાફેંક) રમતમાં સુવર્ણચંદ્રક જીતનાર નીરજ ચોપરા, મહિલા વેઈટલિફ્ટિંગમાં રજતચંદ્રક જીતનાર મીરાબાઈ ચાનૂ, પુરુષ કુસ્તીમાં રજતચંદ્રક જીતનાર રવિકુમાર દહિયા, મહિલા બોક્સિંગમાં કાંસ્યચંદ્રક જીતનાર લવલીના બોર્ગોહેન, કાંસ્યચંદ્રક જીતનાર કુસ્તીબાજ બજરંગ પુનિયા, કાંસ્યચંદ્રક જીતનાર મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ તથા કાંસ્યચંદ્રક જીતનાર પુરુષ હોકી ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારતીય ઓલિમ્પિક સંઘે દેશના ઓલિમ્પિક ગેમ્સ ઈતિહાસમાં આ વખતે સૌથી વધારે – 7 ચંદ્રકો જીત્યાં છે.