ભારત-વિયેટનામના નૌકાદળ દ્વારા સંયુક્ત સમુદ્રી કવાયત…

ભારતીય નૌકાદળ અને વિયેટનામ પીપલ્સ નેવીએ 18 ઓગસ્ટ, બુધવારે સાઉથ ચાઈના સીમાં સંયુક્ત સમુદ્રી કવાયત કરી હતી. ભારતીય નૌકાદળના INS રણવિજય અને INS કોરા યુદ્ધજહાજોએ કવાયતમાં ભાગ લીધો હતો જ્યારે વિયેટનામ પીપલ્સ નેવીની ફ્રીગેટ લાઈ થાઈએ ભાગ લીધો હતો. બંને દેશના નૌકાદળે સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ દ્વિપક્ષીય સમુદ્રી કવાયતમાં ભાગ લીધો હતો.