GalleryEvents રામ મંદિર મામલે ઠાકરેનું ભાજપને અલ્ટીમેટમ… November 25, 2018 શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે ઉત્તર પ્રદેશમાં પ્રસિદ્ધ યાત્રાસ્થળ અયોધ્યામાં ભગવાન રામલલાના મંદિરના બાંધકામ મુદ્દે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા માટે બે-દિવસના પ્રવાસે ગયા છે. 25 નવેમ્બર, રવિવારે અયોધ્યામાં પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે ઠાકરેએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર રામ મંદિર બાંધકામ મામલે વિલંબ કરી રહી છે. 2019ની લોકસભા ચૂંટણી આડે અમુક જ મહિના બાકી રહી ગયા છે. 2014ની ચૂંટણી પૂર્વેના ચૂંટણી ઢંઢેરા વખતે ભાજપે આપેલા વચનનું પાલન કરવામાં જો તે આ વખતે ઢચુપચુ થશે તો 2019ની લોકસભા ચૂંટણીમાં એ ફરી સત્તા પર આવી નહીં શકે. સરકાર રામ મંદિરના બાંધકામની તારીખ નક્કી કરે એવી માગણી ઠાકરેએ કરી હતી. ઠાકરે એમના પત્ની રશ્મી અને પુત્ર આદિત્ય, પાર્ટીના અમુક ટોચના નેતાઓ તથા સેંકડો કાર્યકર્તાઓની સાથે અયોધ્યા આવ્યા છે. રવિવારે ઠાકરેએ પરિવારસહ રામલલા મંદિરમાં જઈ દર્શન કર્યા હતા અને શનિવારે સરયૂ નદીના કિનારે આરતીમાં ભાગ લીધો હતો. અયોધ્યામાં સુરક્ષાનો કડક બંદોબસ્તશિવસેનાનાં યુવા નેતા અને યુવા સેનાનાં પ્રમુખ આદિત્ય ઠાકરેએ શિવસેનાની અયોધ્યા શાખાનું ઉદઘાટન કર્યું.