નીરજ શ્રીવાસ્તવના પુસ્તકનું અમિતાભનાં હસ્તે ઉદઘાટન…

અલાહાબાદ નિવાસી લેખક નીરજ શ્રીવાસ્તવ લિખિત અંગ્રેજી પુસ્તક ‘ડેગર્સ ઓફ ટ્રીઝનઃ ધ કર્સ ઓફ ધ મુગલ સિરીઝ’નું ૪ ડિસેમ્બર, સોમવારે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનનાં હસ્તે કરવામાં આવ્યું હતું. રંગભૂમિ અને ફિલ્મોના જાણીતા અદાકાર ફિરોઝ અબ્બાસ ખાને આ પુસ્તકના અમુક અંશ વાંચી સંભળાવ્યા હતા. આ કાર્યક્રમમાં ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટક અને સિનિયર અમલદાર અશોક કકર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની રજૂઆત ‘ચિત્રલેખા’ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. (તસવીરોઃ દીપક ધુરી)