કર્ણાટકના ગૃહ પ્રધાન બાસવરાજ બોમ્માઈએ હાવેરી જિલ્લાના શિગાવી ગામમાં એમના મતવિસ્તારમાંના નિવાસસ્થાનને કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત કર્યું છે. ત્યાં કોરોનાવાઈરસના 50 દર્દીઓને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બાસવરાજે આ દર્દીઓની સારવાર અને દેખભાળ કરવા માટે ડોક્ટરો તથા મેડિકલ સ્ટાફને નિયુક્ત કર્યો છે. બાસવરાજ હવે આ કેન્દ્ર માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પણ મેળવી રહ્યા છે.