‘તાઉ’તે’ વાવાઝોડાના સામના માટે સજ્જતાઃ NDRF ટૂકડીઓ ગુજરાતમાં…

અરબી સમુદ્રમાં દેશના પશ્ચિમી સાગરકાંઠા પર ચક્રવાતી વાવાઝોડું ‘તાઉ’તે’ 18 મેના મંગળવારે સવારે ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે બચાવ કામગીરી માટે ગુજરાતનું વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે. નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનોની ટૂકડીઓનું હવાઈમાર્ગે 16 મે, રવિવારે જામનગરમાં આગમન થયું હતું. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે NDRF ની 15 જેટલી ટીમ આવી પહોંચી હતી. એનડીઆરએફના જવાનોની આ ટીમો ઓરિસ્સા અને પંજાબથી ગુજરાતમાં આવી પહોંચી છે. એમને હવે સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં રવાના કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]