ઈદ નિમિત્તે સરહદ પર ભારત-પાકિસ્તાનના જવાનોએ મીઠાઈની આપ-લે કરી

ભારત અને પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓએ 13 મે, ગુરુવારે ઈદ-ઉલ-ફિત્ર તહેવાર નિમિત્તે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીરના પૂંચ-રાવલકોટ અને મેંધાર-હોટસ્પ્રિંગ ક્રોસિંગ પોઈન્ટ્સ ખાતે નિયંત્રણ રેખા (LoC) પર મીઠાઈ તથા શુભેચ્છાની આપ-લે કરીની તહેવારની ઉજવણી કરી હતી.